ભારતની અંતરીક્ષ ક્ષેત્રે હરણફાળઃ 2027માં ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે

ભારતની અંતરીક્ષ ક્ષેત્રે હરણફાળઃ 2027માં ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે

ભારતની અંતરીક્ષ ક્ષેત્રે હરણફાળઃ 2027માં ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે

Blog Article

ભારત નજીકના ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરવા જઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે ગત સપ્તાહે માહિતી આપતા કહ્યું કે ભારત વર્ષ 2027માં ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે.
ચંદ્રયાન-4 મિશન હેઠળ બે અલગ-અલગ પ્રક્ષેપણ હાથ ધરવામાં આવશે, જેમાં મિશનના પાંચ સાધનોને ભારે વજન વહન કરતા પ્રક્ષેપણ વાહન દ્વારા મોકલવામાં આવશે. તેઓ અવકાશમાં એકબીજા સાથે જોડાયેલા હશે. સિંહે જણાવ્યું હતું કે ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્વી પર લાવવાનો છે.
પ્રધાને વધુમાં કહ્યું કે ગગનયાનને આવતા વર્ષે અવકાશમાં મોકલવામાં આવશે. મિશન હેઠળ, ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.

 

Report this page